શ્રી કન્યા પ્રાથમિક શાળા (ગુજરાતી મીડીયમ) (સેલ્ફ ફાઈનાન્સ)

જેમ મજબુત ઇમારત બનાવવા માટે પાયાના પરિબળો જેવાકે ભૂકંપ, વાવાઝોડું, વરસાદ, ફાઉન્ડેશન માટીનું પરીક્ષણ વગેરેની ચકાસણી ખુબજ જરૂરી છે તેવી જ રીતે જીવન રૂપી ઇમારતના ઘડતર માટે શિક્ષણ મુખ્ય પાયો છે. સારું શિક્ષણ એ સારા સંસ્કાર, ચારિત્ર્ય ઘડતર અને આજીવિકા માટે ખુબ જ જરૂરી છે. પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણનો પાયો છે. શિક્ષણ માટે સમાજ નાં દાતાઓએ આપેલ દાન સમાજની દીકરીઓના પાયાના શિક્ષણ ને મજબુત કરવા માટે વપરાય તે હેતુથી આ પ્રાથમિક શાળા નું નિર્માણ કરવામાં આવેલ છે.

પ્રવૃત્તિઓ તથા વિશેષતાઓ

૧) બાળમાનસને સમજતા, અનુભવી, હોશિયાર, સંપ અને નિષ્ઠાથી સમજદારી પૂર્વક જતનથી કાર્ય કરતા આચાર્યશ્રી તથા શિક્ષકગણ.
૨) માત્ર શિક્ષક નિભાવ ખર્ચ જેટલી જ ફી માં શિક્ષણ અને સંસ્કાર અપાતી સંસ્થા.
૩) બી. એડ. / પી. ટી. સી. એજ્યુકેટેડ શિક્ષકો દ્વારા શિક્ષણ.
૪) દરરોજ શાળા પછીના સમયમાં વધારાના વર્ગો દ્વારા વિષયોનો વિશેષ અભ્યાસ.
૫) વિદ્યાર્થીનીનું જીવન ઘડતર થાય તેવી પ્રવૃત્તિઓ.
૬) મન અને તનની શાંતિ માટે એમ્યુઝમેન્ટ પાર્ક ની સુવિધા.
૭) નાની ઉમરથી જ સ્વસુરક્ષા અને હિંમત કેળવાય તે માટે જુડો, કરાટેની તાલિમ.
૮) સંગીત કલા, ચિત્ર, શિવણ વગેરે કળાઓ નાં વિકાસ માટે વિશેષ તાલીમ.
૯) સેન્ટ્રલી એ. સી. કોમ્પ્યુટર લેબ માં વિશેષ કોમ્પ્યુટર શિક્ષણ.
૧૦) પ્રોજેક્ટ પ્રવૃત્તિ દ્વારા અભ્યાસનું વિશેષ ઘડતર.
૧૧) સાપ્તાહિક પરીક્ષાઓનું આયોજન અને ઉપચારાત્મક શિક્ષણ.

આપણે અને આપણા બાળક વચ્ચે ભયનું તત્વ દાખલ થઈ જાય એમ તો કદી ન થવા દેશો.
બીકના પાયા ઉપર કેળવણીનું મંડાણ કરવું એ તો મહા જોખમનો માર્ગ છે.
બીક માંથી બાળક હંમેશા અસત્યનો અને દંભનો આશ્રય લેવા પ્રેરાય છે.

સંપર્કો

શ્રીમતી એમ. જે. માલાણી
એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
રાજકોટ - જામનગર હાઇવે,
મુ. ખામટા, તા. પડધરી,
જી. રાજકોટ(૩૬૧૦૦૧);
સ્કૂલ : ૦૨૮૨૦-૨૯૧૫૩૩,
છાત્રાલય : ૯૮૭૯૫ ૦૦૨૦૬

© ૨૦૧૩ શ્રી કન્યા વિદ્યાલય - ખામટા. All rights reserved.