ધો. ૫ થી ૮ પ્રાથમિક વિભાગ (સેલ્ફ ફાઈનાન્સ) | ધો. ૯ થી ૧૦ માધ્યમિક વિભાગ (ગ્રાન્ટેડ) |
ધો. ૧૧ થી ૧૨ (સામાન્ય,વિજ્ઞાન પ્રવાહ) | કન્યા છાત્રાલય |
શ્રીમતિ એમ. જે. માલાણી શિક્ષણ સંસ્થાન
AN ISO:9001:2008 CERTIFICATED ORGANIZATION
ટ્રસ્ટીઓનો ઉદ્દેશ
સમાજનાં કુબેરપતિઓએ પરિશ્રમથી મેળવેલ સંપતિ સદમાર્ગે કન્યા કેળવણીથી સમાજને પરત આપવા યોગ્ય પાત્રતાનો શ્રી કન્યા કેળવણી વિદ્યાલય - છાત્રાલય - ખામટા, સંસ્થામાં વિશ્વાસ પૂરીને સંપતિ આપેલ. જેને દરેક ક્ષેત્રે કરકસરયુક્ત વહીવટ કરી ઉચ્ચધ્યેય પ્રાપ્ત કરીને વિશ્વાસ પરિપૂર્ણ કરવો.
સંસ્થાના ઉદ્દેશો
(૧) કન્યા કેળવણીથી સમાજના પાયાના પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવા.
(૨) દેશ, સમાજ અને કુંટુંબની ઉચ્ચકોટીની વિભૂતીઓના ઘડતરમાં માતાનો ફાળો મહત્વનો છે. તેવું માતૃત્વ ઘડતર.
(૩) પુરુષ પ્રધાન સમાજમાં દીકરીઓનું સ્થાન ઉપેક્ષાભર્યું ન રહે તે માટેનું શિક્ષણ.
(૪) દરેક ક્ષેત્રમાં દીકરીઓ પુરુષ સમોવડી બને તે માટે જરૂરી કૌશલ્ય વર્ધક તાલીમ.
શ્રી શિવલાલભાઈ એચ. ગઢીયા
મેનેજીંગ ટ્રસ્ટી
સંસ્થા વિશે
શ્રી કન્યા વિદ્યાલય - ખામટા શાળાની સ્થાપના ઇ.સ. ૧૯૯૮માં શ્રીમતિ એમ.જે.માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલન હેઠળ કરવામાં આવી છે. આ શાળા ગુજરાત સરકારની માન્યતા ધરાવે છે.
શાળા વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય, જીવન ઘડતર જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપે છે. અને આ બાબતમાં શાળા પ્રગતિશીલ છે.
શિક્ષણ ઉપરાંત શારીરિક ક્ષમતા, બુદ્ધિ ચાતુર્ય, કલા અને એથ્લેટિક જેવા ગુણો વિકસે તે માટે શાળાનું સંચાલન મંડળ સદાય કાર્યરત છે.
સંસ્કાર સાથે જીવન ઘડતર થાય તે માટે તજજ્ઞ શિક્ષકો દ્વારા સઘન માર્ગદર્શન અપાય છે. દરેક વિદ્યાર્થીનીઓ પોતાના રસ - રુચિવાળા વિષયો કે ક્ષેત્રોમાં માહિર બની સ્વનિર્ભર તેમજ દેશનું નામ રોશન કરે તે શાળાનો મુખ્ય ઉદ્દેશ છે.
સંસ્થાનો મુખ્ય ધ્યેય
પ્રાચીન સંસ્કૃતિ રીતે કુદરતી વાતાવરણ પ્રમાણે ઉતમ અને ગુણવત્તાસભર શિક્ષણ નબળામાં નબળી વિદ્યાથીની પાસે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું એ જ અમારી સંસ્થાનું મુખ્ય ધ્યેય છે.
સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય
જ્યાં ગ્રામ્ય સંસ્કૃતિ અને નગરસંસ્કૃતીનો સમન્વય થાય છે અને જ્યાં પ્રકૃતિ અને પર્યાવરણના સુમેળ થયો છે. એવા શાંત, સુંદર અને સુવિધા સંપન્ન સ્થાનમાં આવેલા આ શિક્ષણ સંસ્થામાં, કન્યાઓના તન-મનનો સંતુલિત અને સર્વાંગી વિકાસ થાય એવા તેજસ્વી અને જીવનઘડતર કરનાર શિક્ષણ આપવામાં આવે છે. એક પ્રખર કેળવણીકારે કહ્યું છે. 'Don't call it Education unless it has Taught Value of Life' જે શિક્ષણ જીવનમુલ્યોની તાલિમ ન આપે તેને શિક્ષણ કહી શકાય નહિ. અમારી આ સંસ્થા, ઉત્તમ અધ્યયન સાથે, સંસ્કાર અને જીવનમુલ્ય શીખવે છે.અહી અભ્યાસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ, આધુનીક સમય સાથે તાલ મીલાવી જીવનના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહે છે. અને પોતાની પ્રતિભાનો પ્રકાશ પાથરે છે.
સંસ્થાની વિશેષતાઓ
આ સંસ્થા અન્ય શૈક્ષણિક સંસ્થાઓની જેમ માત્ર અતિ તેજસ્વી વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ આપતી નથી. પરંતુ અભ્યાસમાં નબળી હોય તેવી વિદ્યાર્થીનીઓને પણ પ્રવેશ આપે છે અને તેના ઉપર વિશેષ ધ્યાન આપીને હોશિયાર વિદ્યાર્થીનીઓની સમકક્ષ બનાવવાનો
પ્રયાસ કરે છે. અહી ફીનું ધોરણ પણ સર્વેને પોસાય તેવું રાખવામાં આવ્યું છે. જેથી સમાજના આર્થીક રીતે નબળા હોય તેવા લોકોની દીકરીઓ પણ શિક્ષણની સમાન તક મેળવી શકે છે.
સંસ્થાની વિશેષતા એ છે કે અહી બંને પ્રકારના ગુણોને ધ્યાને લેવામાં આવે છે. વિદ્યાર્થીની જે તે વિષયના ગુણ મેળવવામાં તો આગળ હોય જ એ ઉપરાંત સત્ય, પ્રેમ, કરુણા, દયા, વિનય, વિવેક જેવા જીવનને સમૃદ્ધ અને સંસ્કારી બનાવે તેવા સદ્દગુણોનો
વિદ્યાર્થીનીઓમાં વિકાસ થાય તેના ઉપર પણ પુરતું ધ્યાન આપવામાં આવે છે.
શાળા સંચાલનની વિગતો
૧ | શાળાનું નામ અને નોંધણી નંબર | : શ્રી કન્યા વિધ્યાલય - ખામટા - ૨૭૧૩ | |||||||||||||||||||||||||||
૨ | શાળાનું સંચાલન કરતા ટ્રસ્ટનું નામ | : શ્રીમતી મોતીબેન જાદવજીભાઈ માલાણી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ | |||||||||||||||||||||||||||
૩ | ટ્રસ્ટ રજીસ્ટર નંબર | : એ-૨૭૧૩ | |||||||||||||||||||||||||||
૪ | મેનેજીન્ગ ટ્રસ્ટી | : શ્રી શિવલાલભાઈ એચ. ગઢીયા | |||||||||||||||||||||||||||
૫ | સંસ્થાનું સ્થાપના વર્ષ | : જુન - ૧૯૯૮ | |||||||||||||||||||||||||||
૬ | આચાર્યનું નામ | : પટેલ સરોજબેન મનજીભાઈ | |||||||||||||||||||||||||||
૭ | શાળાનો સમય |
: સોમ થી શુક્ર - ૭:૨૦ થી ૧૨:૩૫ : શનિવાર - ૭:૨૦ થી ૧૧:૦૫ |
|||||||||||||||||||||||||||
૮ |
|
||||||||||||||||||||||||||||
૯ | કુલ વર્ગ | ૧૪ | |||||||||||||||||||||||||||
૧૦ | કુલ સંખ્યા | ૬૮૫ | |||||||||||||||||||||||||||
૧૧ | SSC ઇન્ડેક્ષ નંબર | ૬૪.૪૩૩ | |||||||||||||||||||||||||||
૧૨ | HSC ઇન્ડેક્ષ નંબર | ૧૪.૧૫૩ |
ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપ માં મેડલો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ
વિદ્યાર્થીનીઓના પ્રતિભાવો
છાત્રાલયમાં પાંચ વર્ષ થી અભ્યાસ કરતી હીના બુસા (ગામ વિસામણ, તા. પડધરી) કહે છે કે, 'જીવન પર્યન્ત ને કંઇક ને કંઇક શીખવાની જરૂર હોય જ છે. તેમના માટે આ સંસ્થાની સ્કુલ તથા છાત્રાલયમાંથી મને જે કેળવણી મળી છે તે છાત્રાલયનાં
પુસ્તકાલયમાંથી જ પુસ્તકનું વાંચન અને ગૃહમાતા તથા ગ્રુપમાં ઊંડી સમજણ કેળવી સંપ, ધૈર્ય, ત્યાગ, સહકાર, કૌટુંબિક ભાવના જેવા આદર્શ શીખવા મળ્યા. આ સંસ્થા છોડી જતા ખુબજ દુ:ખ થાય છે પરંતુ ઉચ્ચ અભ્યાસ ભાવી ઘડતર માટે સંસ્થા છોડી
જવું પડે છે.
હું દિયા વસોયા, મુ. જામનગર, શહેરમાં રહેતી હોવા છતાં અહીની એક જ મુલાકાતથી છાત્રાલય તથા શાળામાં અપાતું શિક્ષણ અને સુવિધાઓથી પ્રભાવિત થઇ અહીનીજ થઈને રહી ગઈ. જ્ઞાન સાથે ગમ્મતમાં ક્યારે પાંચ - પાંચ વર્ષ વીતી ગયા તેની
ખબરજ ન પડી. આ સંકુલ માંથી મને ઉચ્ચ કક્ષાના શિક્ષણ સાથે - સાથે રમત - ગમત. સંગીત, સ્કેટિંગ, શિવણ, કરાટે વિગેરે જેવી અનેક કલા અને કૌશલ્યનો અમૂલ્ય વરસો મળ્યો છે જે કદી ભૂલી નહિ શકું.
પાંચ વર્ષથી સ્કુલ સાથે સંકળાયેલી સોનાલી રામાણી (ગામ લતીપર, તા. ધ્રોલ) પોતાનો અનુભવ વર્ણવે છે કે, અમે જ્યારે શરૂઆતમાં ગામડેથી આવ્યા ત્યારે અમે ગામડે મેળવેલ શિક્ષણમાં ઘણી ઉણપ હતી, હવે અમે જ્યારે આ સંસ્થામાંથી અભ્યાસક્રમ
પૂરો કરીને બહાર નીકળી રહ્યા છીએ ત્યારે અમે અમારામાં લાગણી સંસ્કાર, સભ્યતા, એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ, વર્તન, સમજણ વિગેરે જેવા ઘણા ફેરફાર ન વર્ણવી શકાય તેવો અતુલ્ય અહેસાસ કરી રહી છું. આં અહેસાસ મને હર હમેશ યાદ રહેશે
અને તેના માટે હું સંસ્થાની સદાય ઋણી રહીશ.
સંસ્થા ઋણી છે.
આ સંસ્થાની વિકટ પરિસ્થિતીમાં તથા વિકાસમાં મદદરૂપ થનાર દરેક ટ્રસ્ટીશ્રીઓ, શાળા તથા છાત્રાલયના તમામ સ્ટાફગણ, દાતાશ્રીઓ, અધિકારીશ્રીઓ - પદાધીકારીશ્રીઓ, વિદ્યાર્થીનીઓ તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થનાર દરેક વ્યક્તિનું સંસ્થા ઋણી છે.
જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે.
સંસ્થાના વિભાગો
સંપર્કો
શ્રીમતી એમ. જે. માલાણી
એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
રાજકોટ - જામનગર હાઇવે,
મુ. ખામટા, તા. પડધરી,
જી. રાજકોટ(૩૬૧૦૦૧);
સ્કૂલ : ૦૨૮૨૦-૨૯૧૫૩૩,
છાત્રાલય : ૯૮૭૯૫ ૦૦૨૦૬