શ્રીમતિ એમ. જે. માલાણી કન્યા છાત્રાલય (લેઉવા પટેલ)

છાત્રાલય એટલે વિદ્યાર્થીનીઓના નિવાસ માટેની વ્યવસ્થા કે જે ધર્મશાળા નહિ પરંતુ વિદ્યાર્થીનીઓની જ્ઞાન સાધના, ચારિત્ર્ય ઘડતર અને જીવનની ઉન્નતિના વિકાસક્રમ માટે જીવંત કેન્દ્ર છે.

છાત્રાલય એ માત્ર નિવાસનું સ્થાન નહિ પણ બાળકોનું સંસ્કાર ધામ છે કારણકે માત્ર શાળા કે કોલેજના સમયમાં પુસ્તકોથી મળતું શિક્ષણ પૂર્ણ થતું નથી. અભ્યાસ શિવાય પણ બાકીનો સમય છે તે સમયનું વાતાવરણ પણ વિદ્યાર્થીનીઓના જીવન ઘડતર માટે સહાયક બનતું હોય છે. જે વાતાવરણ બાળકોને પોતાના ઘરમાં-કુટુંબમાં મળતું હોય છે તેવુજ વાતાવરણ છાત્રાલયમાં પુરક તરીકે જો ન મળી શકતું હોય તો તે વિદ્યાર્થીનીઓના વિકાસમા અવરોધ ઉત્પન્ન થઇ શકે છે. કૌટુંબિક વાતાવરણના અભાવમાં બાળકમાં જે ગુણો નિર્માણ થવા જોઈ એ તે થતા નથી જેથી તેનું વ્યક્તિત્વ ગુણવિહીન બની રહે છે. આથી ગૃહમાતાનું સ્થાન પરિવારની પુરતી સમાન છે. ગૃહમાતા એ છાત્રાલયમાં નિવાસ કરતા વિદ્યાર્થીનીઓના માતાપિતા અને વાલી સમાન છે. આથી ગૃહમાતાનું મૂલ્યાંકન, એક ધર્મશાળાનાં રખેવાળ કે લોજિંગહાઉસનાં વ્યવસ્થાપક કે મકાન સંપતિના રખેવાળ તરીકે નહિ, પણ ખરા અર્થમાં મનુષ્યના સર્જક તરીકે થવું જોઈએ. જો ગૃહમાતામાં સર્જનાત્મક દ્રષ્ટિ ના હોય તો છાત્રાલયમાં સંસ્કાર નિર્માણ કાર્ય થઇ જ ન શકે.

જેથી સંસ્થાની કન્યા છાત્રાલય માટે સંસ્કાર દાતા, જીવન ઘડતર અપાવે તેવા ગૃહમાતાની ટીમ છે. જે વિદ્યાર્થીનીઓનું કૌટુંબિક ભાવનાથી સિંચન કરે છે. જે સંબંધમાં પારિવારિક તત્વ સાથે સમાયેલું હોય છે.

સુવિધાઓ તથા વિશેષતાઓ

૧) કૌટુંબિક ભાવના ધરાવતા ગૃહમાતાશ્રી, સહગૃહમાતાશ્રીઓ અન્ય વ્યવસ્થાઓ સંભાળતા સંયમશીલ અને નમ્ર સ્ટાફગણ.
૨) રહેવા માટેની સંપૂર્ણ સુવિધાયુક્ત ભૂકંપ પ્રૂફ, કુદરતી વાતાવરણમાં વૃક્ષોથી ઘેરાયેલ હવા ઉજાસવાળું બિલ્ડીંગ.
૩) વિદ્યાર્થીનીઓ આરામથી રહી અભ્યાસ કરી શકે તેવા સ્વચ્છ, સુઘડ, સુવ્યવસ્થિત વિશાળ રૂમ.
૪) શુદ્ધ અને સાત્વિક કેલેરીયુક્ત સાપ્તાહિક વિશેષ રૂચી આવે તેવું નિયમિત ભોજન તેમજ વાર-તહેવારોને અનુકુળ મિષ્ટાન ભોજન વ્યવસ્થા.
૫) વ્યવસ્થાપકો દ્વારા સમયાંતરે ભોજનની ક્વોલીટી માટે જાત ચકાસણી.
૬) વિદ્યાર્થીનીઓને પીવા માટે ફિલ્ટર આર. ઓ. પ્લાન્ટ તથા વોટર કુલર નું પાણી.
૭) વિદ્યાર્થીનીઓને ન્હાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા.
૮) સ્વચ્છ, શાંત અને વાંચનની સુવિધાવાળા સુવ્યવસ્થિત વાંચનરૂમ.
૯) વિવિધ માહિતીસભર મેગેઝીનો અને પુસ્તકો થી સુસજ્જ લાયબ્રેરી.
૧૦) વિદ્યાર્થીનીઓની સામાન્ય બીમારીઓ માટે અનુભવી ડોક્ટરોની મુલાકાત.
૧૧) સમગ્ર હોસ્ટેલ ફરતે સીસીટીવી કેમેરાનું સુરક્ષા કવચ.
૧૨) હોસ્ટેલમાં ૨૪ કલાક સિક્યુરીટી ગાર્ડ.
૧૩) વીજળી ના હોય ત્યારે જનરેટરની વ્યવસ્થા.
૧૪) દરરોજ પ્રાર્થના, યોગ, ધ્યાન, સ્પોર્ટસ ની વિશેષ પ્રવૃત્તિઓ.
૧૫) બૌદ્ધિક, અધ્યાત્મિક તથા સર્વાંગી વિકાસ માટે જે તે ક્ષેત્રના તજજ્ઞોની મુલાકાત / સેમીનાર.

શ્રીમતી એમ. જે. માલાણી કન્યા છાત્રાલયની અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ

૧) વિદ્વાનોના વ્યાખ્યાનો / પરિસંવાદો.
૨) સાહિત્ય, સંગીત કલાની પ્રવૃત્તિઓ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન.
૩) રમત-ગમત અને કલા ક્ષેત્રે નિપૂર્ણ વિદ્યાર્થીનીઓને આગળ વધવા માટે સુવિધા અને પ્રોત્સાહન.
૪) વિદ્યાર્થીનીઓમાં નેતૃત્વનો વિકાસ થાય તેવા કાર્યક્રમો અને આયોજનો
૫) જુદા જુદા કાર્યક્રમોની જવાબદારીઓનું વહન કરવાની તાલિમ.
૬) શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ પર્યટનો.
૭) સદાચાર, સુવિચાર અને સત્ય તથા પ્રિય વાણીનું શિક્ષણ આપે તેવા ધર્મપુરુશોનો ઉદ્દ્બોધાનો.
૮) લાયબ્રેરી અને લેબોરેટરીનો મહત્તમ અને સાર્થક ઉપયોગ.
૯) જીવન ઘડતર કરે તેવા પુસ્તકોનું વાંચન કરી તેના ઉપર વિદ્યાર્થીનીઓની 'સમુહ્ચર્ચા અને સંવાદ'.
૧૦) કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની તાલિમ.

 

પ્રયત્ન વડે, પુસ્તકમાંથી મેળવેલું જ્ઞાન કદાચ અભિમાન આપશે અને ગેરમાર્ગે દોરશે,
જ્યારે સદ્દગુરુ કૃપા વડે મળેલું જ્ઞાન વિનય સદ્દગુણ અને સદાચાર ભણી દોરશે.

સંપર્કો

શ્રીમતી એમ. જે. માલાણી
એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
રાજકોટ - જામનગર હાઇવે,
મુ. ખામટા, તા. પડધરી,
જી. રાજકોટ(૩૬૧૦૦૧);
સ્કૂલ : ૦૨૮૨૦-૨૯૧૫૩૩,
છાત્રાલય : ૯૮૭૯૫ ૦૦૨૦૬

© ૨૦૧૩ શ્રી કન્યા વિદ્યાલય - ખામટા. All rights reserved.